2 Chronicles 36:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. વળી, તેણે નગરના રાજમહેલોને તેમાંની સર્વ સંપત્તિ સહિત બાળી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું તથા યરુશાલેમનો કોટ તોડી પાડ્યો, ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા, તથા તેઓમાંનાં સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.