2 Chronicles 36:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે યમિર્યાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે યર્મિયાના મુખથી [બોલાયેલું] યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ [દેશે] પાળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે યર્મિયા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વર્ષો સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિ ન પાળવા માટેની આ ભરપાઈ હશે.