2 Chronicles 36:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઈરાનના સમ્રાટ કોરેશનો આ હુકમ છે. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમસ્ત દુનિયા પર શાસક બનાવ્યો છે અને યહૂદિયામાં યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. તો હવે, ઈશ્વરના સૌ લોકો, તમે ત્યાં જાઓ, અને તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે. અને યહૂદિયામાંના યરુશાલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો.”.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આકાશના યહોવા દેવે મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે; તેણે મને તેને માટે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં મંદિર બાંધવા કહ્યું છે, તેના લોકોમાંથી તમારામાં જે કોઇ હોય; તે ભલે જાય. તેના દેવ યહોવા તેને સાથ આપો.