2 Chronicles 36:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો (3,400 કિલોગ્રામ ચાંદી) અને એક તાલંત સોનાનો (34 કિલોગ્રામ સોનું) કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તના રાજા નખોએ તેને યરુશાલેમના રાજા તરીકે પદભ્રષ્ટ કર્યો. યહૂદિયા પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી અને ચોત્રીસ કિલો સોનાની ખંડણી લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કરીને દેશ ઉપર સો તાલંત રૂપાનો તથા એક તાલંત સોનાનો કર નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ મિસરના રાજા નખોએ તેને જેલમાં નાખ્યો અને યહૂદાના દેશ ઉપર 3,400 કિલોગ્રામ ચાંદીની અન 34 કિલોગ્રામ વજનદાર સોનાની વાર્ષિક ખંડણી નાખી અને યહોઆહાઝનો એ રીતે દંડ કર્યો.