2 Chronicles 36:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોયાકીમનાં ધિક્કારપાત્ર કાર્યો અને તેની ભૂંડાઈ સહિત તેનાં સર્વ કામો ઇઝરાયલ અને યહૂદિયાના ઇતિહાસમાં લખેલાં છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેણે કરેલાં ધિક્કારપાત્ર કર્મો, તથા તેનામાં જે [લક્ષણો] માલૂમ પડ્યાં તે, ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. તેની જગાએ તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોયાકીમનાઁ રાજ્યમાં બીજા બનાવો, તેણે ઘૃણાજનક કાર્યો કર્યા હતા અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે બધું ઇસ્રાએલના અને યહૂદાના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધાયેલું છે, તેના પછી તેનો પુત્ર યહોયાખીન ગાદીએ આવ્યો.