2 Chronicles 4:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા સરેદાની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ બધી વસ્તુઓ યર્દનની ખીણમાં સુક્કોથ અને સરેદાની વચ્ચે ધાતુ ગાળવાની જગામાં બનાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુકકોથ તથા સરેદાની વચ્ચેની‍ ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું.