2 Chronicles 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો, તેનો આકાર ગોળ હતો, તેનો વ્યાસ દસ હાથ હતો. તેની ઊંચાઈ પાંચ હાથ હતી અને કુંડનો ઘેરાવો ત્રીસ હાથનો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તાંબાનો જળકુંડ બનાવ્યો; તે 2.2 મીટર ઊંડો હતો; તેનો વ્યાસ 4.4. મીટર અને પરિઘ 13.2 મીટર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે ઢાળેલો સમુદ્ર બનાવ્યો. તે ગોળ હતો; તેનો વ્યાસ દશ હાથ, અને ઘેરાવો વીસ હાથ હતો, ને તેની ઊંચાઈ પાંચ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ 5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો.