2 Chronicles 4:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જળકુંડની બાજુની જાડાઈ 75 મીલિમીટર હતી. તેની કિનાર પ્યાલાની કિનાર જેવી ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ વળેલી હતી. જળકુંડમાં લગભગ સાઠ હજાર લિટર પાણી સમાતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની જાડાઈ ચાર આંગળ હતી. તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં ત્રણ હજાર બાથ (એટલે આસરે છ હજાર બેડાં) સમાતાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું.