2 Chronicles 4:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા; તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે યજ્ઞકારો માટે અંદરનો ચોક અને બહાર પણ એક ચોક બનાવ્યા. ચોકની વચ્ચેના દરવાજાનાં કમાડ તાંબાથી મઢેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઉપરાંત તેણે યાજકોનો ચોક તથા મોટો ચોક બાંધ્યાં, ને તેમનાં કમાડો બનાવ્યાં, ને તે કમાડોને તેણે પિત્તળથી મઢ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં.