2 Chronicles 5:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલો કરાર એટલે સિનાઈ પર્વત આગળ મોશેએ જે બે પથ્થરની તક્તીઓ મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલી લોકો મિસરમાંથી નીકળ્યા ત્યારે હોરેબ કે, જ્યાં યહોવાએ તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે પાટીઓ કોશમાં મૂકી હતી તે સિવાય બીજું કંઈ એમાં નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.