2 Chronicles 6:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવા પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરનાં વચનો પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામને માટે સભાસ્થાન બાંધ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે: મારા પિતા દાવિદની જગાએ હું ઇઝરાયલનો રાજા બન્યો છું, અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવાભક્તિ કરવા મેં મંદિર બાંધ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા પોતે જે વચન બોલ્યા તે તેમણે પૂરું કર્યું છે. કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું, ને યહોવાના વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું, ને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે, યહોવાએ વચન આપ્યા પ્રમાણે હું મારા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદીએ આવ્યો છું.