2 Chronicles 6:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(શલોમોને 2.2 ચોરસમીટરની 1.3 મીટર ઊંચી તાંબાની બાજઠ બનાવડાવી હતી. તેને ચોકની મધ્યમાં મૂકી હતી. એ બાજઠ ઉપર ચઢીને સૌ જોઈ શકે તેમ તેણે ધૂંટણિયે પડીને હાથ પ્રસારી પ્રાર્થના કરી.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(સુલેમાને પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો તથા ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો, ને ઇઝરાયલના સર્વ લોકોની આગળ તેને ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા;)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાને એક મોટો મંચ બનાવ્યો હતો, આ મંચ કાંસાનો બનાવેલો હતો અને તે 5 હાથ લાંબો, 5 હાથ પહોળો અને 3 હાથ ઊંચો હતો; અને તેને ચોકની વચ્ચે મૂક્યો હતો, સુલેમાન તેના ઉપર ઊભો રહ્યો. સર્વ લોકોની હાજરીમાં સુલેમાને ઘૂંટણ ટેકવી આકાશ તરફ હાથ પ્રસારીને પ્રાર્થના કરી.