2 Chronicles 6:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં હે મારા ઈશ્વર યહોવા આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના પ્રત્યે લક્ષ આપો અને મારી વિનંતીઓ સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ, હે યહોવા મારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની યાચના ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે છે તે તમે સાંભળજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, મારા દેવ, મારી પ્રાર્થનાઓ ધ્યાનમાં લેવા તથા દયા કરવા હું તને વિનંતી કરું છું. હાલ હું જે પ્રાર્થના કરું છું તે તું સાંભળ.