2 Chronicles 6:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ મંદિર પર રાતદિવસ તમારી દૃષ્ટિ રાખજો; કારણ, તમે વચન આપ્યું છે કે આ સ્થળે તમારા નામની ભક્તિ થશે, તો તમારા મંદિર તરફ મુખ રાખી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાતદિવસ આ મંદિર તરફ, એટલે જે સ્થળ વિષે તમે કહ્યું છે કે, ‘મારું નામ હું ત્યાં રાખીશ’, તે તરફ તમારી આંખો ઉઘાડી રહે કે, જેથી તમારો સેવક તથા આ સ્થળ તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાત દિવસ તારી ષ્ટિ આ મંદિર ઉપર ઠરેલી રહો. આ સ્થાન ઉપર રહો, જેને વિષે તં કહ્યું હતું કે, ‘મારું નામ એમાં વાસો કરશે.’