2 Chronicles 6:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી પ્રાર્થનાઓ અને તમારા ઇઝરાયલી લોકની આ સ્થળ તરફ મુખ રાખીને કરેલી પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી સાંભળીને અમને ક્ષમા કરજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક આ સ્થળ તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તમે સાંભળજો. હા, તમારા રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, તમે સાંભળજો; અને સાંભળીને ક્ષમા કરજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા સેવકો અને તારા લોકો આ મંદિર તરફ જોઇને જે પ્રાર્થના કરે તે સાંભળજે; તમારા પરમ ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે.