2 Chronicles 6:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે હે પ્રભુ, તમે આકાશમાંથી સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો. દોષિતને ઘટતી શિક્ષા કરજો અને નિર્દોષને ન્યાયી ઠરાવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો આકાશમાંથી તે સાંભળીને [તે પ્રમાણે] કરજો. ને દુષ્ટનાં કર્મો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો; અને નેક માણસને ન્યાયી ઠરાવીને તેની નેકી પ્રમાણે તેને ફળ આપજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે આકાશમાંથી તેનું સાંભળીને તેનો ન્યાય કરજો. જો તે જૂઠું બોલતો હોય તો તેને શિક્ષા કરજો અને સાચું બોલતો હોય તો તેને ક્ષમા કરજો.