2 Chronicles 6:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો ઓ પ્રભુ, તમે આકાશમાંથી તેમનું સાંભળજો અને તમારા સેવકો એટલે, ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, અને તેમને સન્માર્ગે ચાલતાં શીખવજો. ત્યારે હે પ્રભુ, તમારા લોકને તમે કાયમી વસવાટ માટે આપેલ તમારા દેશમાં વરસાદ વરસાવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનાં તથા તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, કેમ કે જે સારે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તું આકાશમાંથી સાંભળજે, અને તારા સેવકોનો ગુનો માફ કરજે, અને શું સારું છે તે તેમને શીખવજે. અને તારા લોકોને વતન તરીકે આપેલા તેઓના દેશમાં વરસાદ મોકલજે.