2 Chronicles 6:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“દેશમાં દુકાળ પડે, કે રોગચાળો ફાટી નીકળે, અથવા લૂથી, તીડથી કે કાતરાથી પાકનો વિનાશ થાય, અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરે, અથવા તેમનામાં રોગ કે માંદગી આવે, તો તમે તેમની પ્રાર્થના સાંભળજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, સૂક, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દેશનાં નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે મંદવાડ આવ્યો હોય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે,