2 Chronicles 6:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા લોક તમારી વિરુધ પાપ કરે, અને પાપ ન કરે એવું કોઈ છે જ નહિ. અને તમારા કોપમાં તમે તેમને તેમના શત્રુઓ આગળ હાર પમાડો અને તેમને કોઈ દૂરના કે નજીકના બીજા દેશમાં કેદીઓ તરીકે લઈ જવા દો, અને તે દેશ બહુ દૂર હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી,)ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપો ને તેથી તેઓને દૂરના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,