2 Chronicles 6:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, ઈશ્વર યહોવા, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવા, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હે પ્રભુ, હવે ઊઠો; અને તમારા સામર્થ્યના પ્રતીક સમી કરારપેટી સાથે મંદિરમાં પ્રવેશો અને અહીં સદા રહો. તમારા યજ્ઞકારોને વિજયનાં વસ્ત્ર પહેરાવો અને તમારા સંતો તમારી ભલાઈ માણે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે, હે યહોવા ઈશ્વર, તમે તથા તમારા સામર્થ્યનો કોશ, તમારા વિશ્રામસ્થાનમાં ઊઠી આવો; હે યહોવા ઈશ્વર, તમારા યાજકો વિજયી વસ્ત્રથી વેષ્ટિત થાય, તમારા ભક્તો ભલાઈમાં આનંદ માને.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે દેવ યહોવા, ઊઠો, તું અને તારું સાર્મથ્ય દર્શાવતો કરારકોશ તારા વિશ્રામસ્થાને ઊઠી આવ. હે દેવ યહોવા, તારા યાજકો વિજયી વસ્ત્રથી શુશોભિત થાય, અને ભલે તારા ભકતો સમૃદ્ધિ પામે અને આનંદોત્સવ મનાવે.