2 Chronicles 6:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજ કરવા માટે પસંદ કર્યો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું હતું, ‘મારા લોકને હું ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારથી આજ સુધી મારા નામની ભક્તિ કરવા માટે મંદિર બાંધવા ઇઝરાયલ દેશના કોઈ શહેરને પસંદ કર્યું નથી અને મારા ઇઝરાયલી લોકનો આગેવાન થવા કોઈને પસંદ કર્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં મારા લોકને મિસર દેશમાંથી કાઢ્યા, તે દિવસથી મેં, મારું નામ ત્યાં રહે તે માટે મંદિર બાંધવા માટે, ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોક ઉપર મેં કોઈ પુરુષને અધિકારી થવા માટે પસંદ કર્યો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘તે દિવસથી મારા નિવાસ માટે મંદિર બાંધવા ઇસ્રાએલના કોઇ કુળસમૂહના પ્રદેશમાંથી કોઇ શહેર પસંદ કર્યુ નહોતું, તેમ મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર શાસન કરવા માટે મેં કોઇ માણસની પસંદગી કરી નહોતી, જ્યારથી મેં ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર કાઢયા ત્યારથી.