2 Chronicles 7:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, "મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના સભાસ્થાન માટે પસંદ કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પ્રભુએ તેને રાતે દર્શન આપ્યું. તેમણે તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને મને બલિદાન ચડાવવાના સ્થાન તરીકે મેં આ મંદિરને સ્વીકાર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યુ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું, “મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે.