2 Chronicles 7:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, 'ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“અત્યારે તો આ ભવ્ય મંદિરની પ્રશંસા થાય છે, પણ ત્યારે તેની પાસે થઈને પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ આશ્ર્વર્યચકિત થઈ પૂછશે, ‘પ્રભુએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા કેમ કરી છે?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ મંદિર કે જે ઘણું ભવ્ય છે તેની પાસે થઈને જનાર નવાઈ પામીને કહેશે, ‘યહોવાએ આ દેશની તથા આ મંદિરની આવી દુર્દશા કેમ કરી હશે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’