2 Chronicles 8:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ સમય દરમ્યાન શલોમોનનાં બધાં બાંધકામો પૂરાં થઈ ગયાં હતાં. પ્રભુના મંદિરનો પાયો નાખવાથી માંડીને તેને પૂરું કરવા સુધીનું સઘળું કામ તેણે સફળતાપૂર્વક પાર પાડયું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી તે પૂરું થયું ત્યાં સુધીનું સુલેમાનનું સર્વ કામ તૈયાર થયું હતું. એ પ્રમાણે યહોવાનું મંદિર પૂરું થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, યહોવાના મંદિરના પાયાથી માંડીને એની સમાપ્તિ સુધીનું સુલેમાનનું બધું કામ પૂર્ણ કર્યુ.