2 Chronicles 8:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિરામ રાજાએ પોતાના અધિકારીઓની રાહબરી હેઠળ કુશળ નાવિકો હસ્તક શલોમોનને માટે વહાણો મોકલી આપ્યાં. તેઓ શલોમોનના અધિકારી સાથે ઓફિરના પ્રદેશમાં ગયા અને ત્યાંથી તેને માટે પંદર હજાર કિલોગ્રામ સોનું લાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હિરામે પોતાના ચાકરોની મારફતે વહાણો તથા સમુદ્રના ભોમિયા નાવિકો તેની પાસે મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકોની સાથે ઓફીર ગયા, ને ત્યાંથી સાડી ચારસો તાલંત સોનું લાવીને સુલેમાન રાજાને તે આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂરામે પોતાના અમલદારો મારફતે સુલેમાન માટે અનુભવી નાવિકો સાથે હોડીઓ મોકલી આપી, તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર જઇને ત્યાંથી 15,300 કિલો સોનું લઇ આવ્યાં અને તે સુલેમાનને પહોંચાડ્યું.