2 Chronicles 8:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ શલોમોને પોતાનાં કામ પર ઇઝરાયલીઓને વેઠિયા તરીકે રાખ્યા નહોતા. તેઓ તો સૈનિકો, અધિકારીઓ, રથદળના આગેવાનો, અને ઘોડેસ્વારો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સુલેમાને પોતાના કામને માટે ઇઝરાયલી લોકોમાંથી કોઈને પણ વેઠિયા કર્યા નહિ. પણ તેઓ તો લડવૈયા, સરદારો, તેમ જ તેના રથોના તથા સવારોના ઉપરી હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા.