2 Chronicles 9:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે સોનાની ત્રણસો નાની ઢાલ પણ બનાવડાવી હતી; એમાંની પ્રત્યેક ઢાલમાં ત્રણેક કિલો સોનું વપરાયું હતું. તેણે એ બધી ઢાલો લબાનોનના વનખંડમાં મૂકાવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઘડેલા સોનાની [બીજી] ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલમાં દશ [રતલ] સોનું ગયું. રાજાએ તેઔને લબાનોન-વનગૃહમાં મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે “લબાનોનના વનગૃહ” કહેવાતા મહેલમાં મૂકાવી.