2 Chronicles 9:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિંહાસન પર ચઢવા છ પગથિયાં હતાં અને તેની સાથે સોનાથી મઢેલું પાયાસન પણ હતું. સિંહાસનની બન્‍ને બાજુ હાથા હતા અને પ્રત્યેક બાજુ પર સિંહાકૃતિ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં, ને બેઠકની જગા પાસે બન્ને બાજુએ હાથા હતાં, ને હાથાઓની બન્ને બાજુએ બે સિંહ ઊભા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું.