2 Chronicles 9:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાનાં વહાણો હિરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા તથા મોર લઈને આવતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમુદ્રની મુસાફરી માટે હિરામ રાજાના નૌકા કાફલા સાથે શલોમોનનો પણ નૌકા કાફલો હતો. દર ત્રણ વર્ષે આ નૌકા કાફલો તાર્શિશથી સોનું, ચાંદી, હાથદાંત, વાંદરા અને મોર લઈ પાછો ફરતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે રાજાના વહાણો હિરામના નવિકોની સાથે તાર્શીશ જતાં; દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનુરૂપું, હાથીદાંત, વાંદરાં તથા મોર લઈને આવતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દર ત્રણ વર્ષે રાજાના વહાણો, હૂરામ રાજાના નાવિકો સાથે તાશીર્શ જતાં અને ત્યાંથી સોનું-ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર લાવતાં.