2 Corinthians 1:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની 'હા' અને ના ની 'ના' હોય?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ મુલાકાતના આયોજનમાં શું હું ઢચુપચુ છું? જ્યારે હું આયોજન કરું છું ત્યારે તેમાં શું હું સ્વાર્થ શોધું છું? એક જ સમયે “હા, આવીશ” તેમ જણાવીને તરત જ “ના, નહિ આવું” એવું કહું છું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો મારો એવો ઇરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું ઇરાદો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું [એકી વખતે] હાની હા ને નાની ના હોય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.