2 Corinthians 1:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ [તમારામાં] આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો અમે દુ:ખ સહન કરતા હોઈએ, તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે, તો તેથી તમને પણ દિલાસો મળે છે; જેથી જે દુ:ખો અમે સહન કરીએ છીએ, તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો અમને વિપત્તિ પડે છે, તો તે તમારા દિલાસા તથા તારણ માટ છે; અથવા જો અમને દિલાસો મળે છે, તો તે તમારા દિલાસાને માટે છે કે, જેથી કરીને જે દુ:ખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે.