2 Corinthians 10:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવી વ્યક્તિએ સમજવું જોઈએ કે અમે દૂર હોઈએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે હોઈએ ત્યારે જે કરીએ છીએ, એ બેમાં કંઈ જ તફાવત નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવું બોલનારે સમજવું જોઈએ કે અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતથી જેવા દેખાઈએ છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે, કામથી પણ દેખાઈશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.