2 Corinthians 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારી બડાઈ તો અમુક હદની બહાર જશે નહિ. ઈશ્વરે અમારે માટે નક્કી કરેલું કાર્ય, જેમાં તમારી મયેના ક્મનો પણ સમાવેશ થાય છે, તેની હદની બહાર એ બડાઈ જશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીશું, પણ જે હદ ઈશ્વરે અમને ઠરાવી આપી છે, જે તમારા સુધી પણ પહોંચે છે, તે પ્રમાણે [અભિમાન] કરીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ અમને જે કામ કરવાનું સોંપ્યું છે, તેના પરિધની બહાર જઈને અમે બડાઈ નહિ મારીએ. અમે અમારી બડાઈ, દેવે અમને સોંપેલા કાર્ય પૂરતી મર્યાદીત રાખીશું. પરંતુ આ કાર્યમાં તમારી સાથેના અમારા કાર્યનો સમાવેશ થાય છે.