2 Corinthians 10:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ, તેમના પ્રત્યે હું કડક વલણ દાખવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલાક અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓની સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવાનું ધારું છું, તે [નિશ્ચયતા] થી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે, એવી વિનંતી હું તમને કરું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ.