2 Corinthians 10:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વર [ની સહાય] થી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે).
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ.