2 Corinthians 11:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે,) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.