2 Corinthians 11:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં મહેનત મજૂરી કરી છે, ઘણીવાર ઉજાગરા વેઠયા છે, હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું, ઘણીવાર પૂરતો ખોરાક, આશરો કે કપડાં મળ્યાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાઢ તથા વસ્‍ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.