2 Corinthians 12:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તેમ બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!