2 Corinthians 12:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે), કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખ્રિસ્તમાં હું એક એવા માણસને ઓળખું છું કે જેને ચૌદ વર્ષ પહેલાં છેક ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો. (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો તે હું જાણતો નથી કે, શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી; ઈશ્વર જાણે છે) કે, જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે.