2 Corinthians 3:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં [મહિમાનો] અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ ઝાંખા થતા જતા ક્ષણિક ગૌરવને ઇઝરાયલીઓ ન જુએ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાની જેમ નહિ કે, જેણે ઇઝરાયલી લોકો ટળી જનારા [મહિમાનો] અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર મુખપટ નાખ્યો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ.