2 Corinthians 6:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમને દુ:ખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદ કરીએ છીએ; અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ જ નથી, છતાં અમારી પાસે બધું જ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્ન છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમારામાં ઘણો જ વિષાદ છે, પરંતુ અમે કાયમ પ્રફૂલ્લિત રહીએ છીએ, અમે દરિદ્ર છીએ, પરંતુ ઘણા લોકોને અમે વિશ્વાસમાં સમૃદ્ધ બનાવ્યા છે. અમારી પાસે કશું જ નથી, પરંતુ વાસ્તવમાં અમારી પાસે બધું જ છે.