2 Corinthians 7:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરને પ્રસન્ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની [તમારી] કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા.