2 Corinthians 7:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો નહોતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને અમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે પ્રગટ કરવા માટે જ મેં તે લખ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, જો કે મેં તમને લખ્યું ખરું, તોપણ જેણે અન્યાય કર્યો તેને માટે નહિ, અને જેના પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ અમારે વિષે તમારી જે લાગણી છે તે તમને પ્રગટ થાય એ માટે લખ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઈ એકે ખોટું કર્યુ, તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો. અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો. પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી, દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે.