2 Corinthians 8:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે: ગયા વર્ષે તમે દાન ઉઘરાવવાની જે શરૂઆત કરી હતી તેને હવે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાપૂર્વક કરવામાં તમે જ પ્રથમ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું.