2 Corinthians 9:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વાવનારને બીજ અને ખાવા માટે ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરાં પાડશે, અને તેને વૃદ્ધિ આપશે; જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે જે વાવનારને માટે બી તથા ખોરાકને માટે રોટલી પૂરાં પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયીપણાનાં ફળની વૃદ્ધિ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે.