2 Kings 1:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિયાએ તેઓને કહ્યું, "જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો." ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિયાએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” અને ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી ઊતરીને તેને તથા તેના પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ કહ્યું, “જો હું દેવનો માંણસ હોઉં, તો આકાશમાંથી અગ્નિ વરસશે અને તું તથા તારા પચાસ સૈનિકો અહીં મરી જશે.” ફરીથી સ્વર્ગમાંથી અગ્નિ વરસ્યો અને બધા સૈનિકોને માંરી નાંખ્યા.