2 Kings 10:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યેહૂએ યિઝ્રએલમાં આહાબના કુટુંબનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યેહૂએ યિઝએલમાં રહેતા આહાબના બધા સંબંધીઓ, તેના સર્વ અમલદારો, તેના નિકટના મિત્રો અને યજ્ઞકારોને મારી નાખ્યા; એમનામાંથી કોઈને ય જીવતો રહેવા દીધો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યેહુએ યિઝ્એલમાં આહાબના ઘરનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને, તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.