2 Kings 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝયાહના ભાઈઓ મળ્યા. યેહૂએ તેમને પૂછ્યું, "તમે કોણ છો?" તેમણે જવાબ આપ્યો, "અમે અહાઝયાહના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને યહૂદિયાના રાજા અહાઝયાના કેટલાક સંબંધીઓ મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાના સગાસંબંધીઓ છીએ અને ઇઝબેલ રાણીનાં સંતાનો અને બાકીના રાજકુટુંબને શુભેચ્છા પાઠવવા યિઝએલ જઈએ છીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝ્યાના ભાઇઓનો ભેટો થયો, ને [તેણે તેમને] પૂછયું, “તમે કોણ છો?” તેઓએ ઉત્તર આપ્યો, “અમે અહાઝ્યાના ભાઈઓ છીએ. અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને સલામ કરવા જઈએ છીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!” તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”