2 Kings 10:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યેહૂએ પોતાના માણસોને કહ્યું, "તેમને જીવતા પકડો." તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના (બેથ એકેદ) કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેહૂએ તેના માણસોને હુકમ કર્યો, “તેમને જીવતા જ પકડો!” તેમણે તેમને પકડયા અને ત્યાં બેથ-એકેદમાં એક ટાંકા પાસે તેમને મારી નાખ્યા. તેઓ સઘળા મળીને બેંતાળીસ હતા, અને તેમાંનું એકેય જીવતું રહ્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે [પોતાના માણસોને] કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા, ને તેમને એટલે તે બેતાળીસ માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાથી કોઈને જીવતો રહેવા દીધો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.” તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.