2 Kings 10:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ યજ્ઞો અને દહનીયાપર્ણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, "જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે તથા યહોનાદાબ બઆલને અર્પણો અને દહનબલિ ચઢાવવા મંદિરમાં ગયા. મંદિર બહાર તેણે એંસી માણસો ઊભા રાખ્યા હતા. તેણે તેમને સૂચના આપી હતી.” “તમારે આ બધા લોકોને મારી નાખવાના છે; જે કોઈ એમાંના કોઈને પણ છટકી દેવા જશે તો તે માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓ યજ્ઞો તથા દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ પોતા તરફથી એંશી માણસોને બહાર રાખ્યા હતા, ને [તેઓને] કહ્યું હતું, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંથી જો કોઈ નાસી જશે તો તે [જવા દેનાર] નો જીવ તેના જીવને બદલે જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો. યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”